Video: અડાલજની વાવ પહોંચ્યો સૂર્યકુમાર યાદવ, ઐતિહાસિક સ્થાપત્યના સાનિધ્યમાં ટ્રોફી સાથે કરાવ્યું ફોટોશૂટ
ગાંધીનગરની સુપ્રસિદ્ધ અડાલજની વાવ ખાતે આજે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવની ઝલ

ગાંધીનગરની સુપ્રસિદ્ધ અડાલજની વાવ ખાતે આજે ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવની ઝલક જોવા મળી હતી. સૂર્યકુમાર યાદવ અહીં ખાસ ટ્રોફી સાથેના ફોટોશૂટ માટે પહોંચ્યો હતો. ઐતિહાસિક સ્થાપત્યની પૃષ્ઠભૂમિમાં ટ્રોફી સાથેના આ શૂટને જોવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેદાન પર ચોગ્ગા-છગ્ગા ફટકારતા પોતાના મનપસંદ ખેલાડીને રૂબરૂ જોઈ પ્રવાસીઓ અને ચાહકો આનંદિત થઈ ઉઠ્યા હતા. આ તકે સુરક્ષાના પણ કડક બંદોબસ્ત વચ્ચે ફોટોશૂટની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
જાહેરાત








