VIDEO: ધંધુકા-ધોલેરા રોડ પર ટાટા કંપનીના ઈજનેરોની કાર પલટી: ૫ ઈજાગ્રસ્ત
અમદાવાદના ધંધુકા-ધોલેરા હાઇવે પર રોજકા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ધોલ

અમદાવાદના ધંધુકા-ધોલેરા હાઇવે પર રોજકા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ધોલેરા TATA કંપનીના કર્મચારીઓને લઈ જઈ રહેલી સુમો કાર અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ ઇજનેરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રસ્તા પર થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જાહેરાત







