VIDEO: વડોદરામાં ATM માં રૂપિયા ભરતી કરનાર CMS ના લોડરે જ કરી ચોરી!

વડોદરાની ખાનગી બેંકમાં ATMમાં રૂપિયા ભરતી કરનાર CMS ના લોડર રોકડ રકમન

વડોદરાની ખાનગી બેંકમાં ATMમાં રૂપિયા ભરતી કરનાર  CMS ના લોડર રોકડ રકમની ચોરી કરતા પકડાયો છે. શહેરના ગોરવા માળી મહોલ્લા વિસ્તારમાં રહેતા આરોપીએ ચોરીની કબૂલાત કરી છે. 

10 લાખની કરી ચોરી

ઓનલાઇન ગેમ રમતાં દેવું થઈ જવાને કારણે કેશ લોડિંગનું કામ કરતાં અક્ષય માળી નામના આરોપીએ આ ગુનો આચર્યો છે. ATM માં લોડ કરવાની 10 લાખની રોકડ રકમ ભરેલી કેસેટ બેંકના વોલ્ટમાં જમા કરાવાને બદલે પોતે ચોરી કરી લીધા. આ આરોપી ખાનગી બેંકના ATM માં કેશ લોડ અનલોડ કરવાની કામગીરી કરતી CMS નામની કંપનીનો જ કર્મચારી નીકળ્યો. 

જાહેરાત

અક્ષયના ઘરેથી પોલીસે રોકડ કરી રિકવર

શહેરના ગોરવા માળી મહોલ્લા  વિસ્તારમાં રહેતા અક્ષય માળીએ ચોરીની કબુલાત કરી છે. 9.99 લાખ ભરેલી રોકડ રકમની કેસેટ સાથે અક્ષયના ઘરેથી પોલીસે રોકડ રકમ કરી રિકવર કરી છે. ત્યારબાદ ગોરવા પોલીસે અક્ષયની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 9 વર્ષથી કંપનીમાં ફરજ બજાવતા અક્ષય માળીને ઓનલાઇન ગેમનું વળગણ લાગ્યું હતું, જેમાં તેને દેવું વધી જતાં ચોરી કરવી પડી તેવું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત