Video: Blinkit જેવી ઑનલાઇન Appમાંથી વસ્તુઓ મંગાવતા પહેલા સાવધાન, અખાદ્ય વસ્તુઓનો જથ્થો મળી આવ્યો

જો તમે ઝડપી ડિલિવરીની આકર્ષક ઑનલાઇન એપ્લિકેશન્સ જેમ કે બ્લિંકિટ, ઝેપ્ટો કે ઇન્સ્ટામાર્

જો તમે ઝડપી ડિલિવરીની આકર્ષક ઑનલાઇન એપ્લિકેશન્સ જેમ કે બ્લિંકિટ, ઝેપ્ટો કે ઇન્સ્ટામાર્ટ પરથી ખોરાકની વસ્તુઓ મગાવો છો, તો હવે બે વાર વિચારો. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તાજેતરની તપાસમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે, જે ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મુકી દે છે. 

રાજકોટના રૈયા રોડ પર આવેલા બ્લિંકિટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડના વેરહાઉસમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી, ત્યાં અખાદ્ય અને ખરાબ થઈ ગયેલા જથ્થાનો ભરમાર મળી આવ્યો.  ટેટ્રા પેક દૂધના લગભગ 10 લીટરનો જથ્થો, જેની એક્સપાયરી ડેટ લાંબા સમય પહેલાં પસાર થઈ ગઈ હતી, તે મળ્યો. આ ઉપરાંત, વેરહાઉસમાં અનિયમિત સ્ટોરેજ અને હાઇજીનના અભાવને કારણે અન્ય વસ્તુઓ પણ જોખમી સ્થિતિમાં હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી, જેમાં આ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો.

જાહેરાત

મનપા આરોગ્ય વિભાગે અલગ અલગ અર્વાચીન ગરબાની કેન્ટીનોમાં પણ તપાસ હાથ ધરી હતી. ગરબા કેન્ટીનોમાં વેચાતા ખોરાક, પીણાં અને સ્નેક્સની ગુણવત્તા તપાસવા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત