VIDEO: બંગાળી નવા વર્ષ પર મમતા બેનર્જીની હુંકાર! "વિભાજનકારી શક્તિઓને જવાબ આપો", ચૂંટણી પૂર્વે શાંતિની અપીલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોઇલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોઇલા વૈશાખના શુભ અવસરે લોકોને વિભાજનકારી શક્તિઓનો પ્રતિકાર કરવા અપીલ કરી છે. મમતાએ લોકોને શાંતિ-સંવાદિતાનો બંધન જાળવી રાખવા પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી.
મમતા બેનર્જીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે બંગાળ કલા-સંસ્કૃતિ તેમજ તમામ ધર્મો વચ્ચે સંવાદિતાનું જન્મસ્થળ છેપરંતુ કેટલીક દુષ્ટ શક્તિઓ તેને કલંકિત કરવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હીના જમીનદારોને લોકોના મતદારનો અધિકારો છીનવી રહ્યા છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકોએ લોકતાંત્રિક રીતે જવાબ આપવો જોઈએ.
મમતાએ સૌને સંકુચિત માનસિકતાની દીવાલો તોડીને એક થવા અને શાંતિ-સંવાદિતાનો બંધન જાળવી રાખવા પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી છે. તેમણે તૃણમૂલ કોંગ્રેસના જોરા ફૂલ પ્રતીક માટે મત આપીને પાર્ટીના તમામ ઉમેદવારોને વિજય અપાવવાની અપીલ કરી. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં 23મી અને 29મી એપ્રિલે યોજાશેજ્યારે પરિણામ 4 મેના રોજ જાહેર થશે. બંગાળી સમુદાય 1 હજાર 432માં વર્ષની શરૂઆત ઉજવી રહ્યું છે.





