VIDEO: બનાસકાંઠામાં વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાયરલ, પોલીસની કામગીરી સામે અનેક સવાલ
બનાસકાંઠા: જીલ્લામાંથી વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. એક અઠવાડિયા અગાઉ પણ આવી જ એક
બનાસકાંઠા: જીલ્લામાંથી વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. એક અઠવાડિયા અગાઉ પણ આવી જ એક ઘટના સામે આવી હતી. ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે. આ વાયરલ વીડિયોની GSTV પુષ્ટિ કરતું નથી. અગાઉ પણ આ પ્રકારના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, જેમાં લોકો કાયદાને હાથમાં લઈ આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દોરડા વડે ઝાડ સાથે બાંધી કેટલાક શખ્સો 2 યુવકોને તાલિબાની સજા આપી રહ્યા છે. આ યુવકો યુવતીને ઉપાડી જવા માટે આવ્યા હોવાનો આરોપ લગાવી કેટલાક શખ્સો દ્વારા તેમને માર મારી માથામાંથી વાળ ઉતારી નાખ્યા હતા.
જાહેરાત
આ પણ વાંચોઃ બનાસકાંઠાઃ પ્રેમિકાને મળવા ગયેલા યુવકને મળી તાલીબાની સજા, VIDEO VIRAL
વાયરલ વીડિયો આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અસામાજિક તત્વોને જાણે સ્થાનિક પોલીસનો કોઈ ડર ન હોય તેવાં દૃશ્યો જોવા મળી રહ્યા છે. એક સપ્તાહમા તાલિબાની સજાની આ બીજી ઘટના સામે આવી. ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.જાહેરાત








