VIDEO: પલક્કડમાં PM મોદીનો હુંકાર: "LDF અને UDF એ મળીને કેરળને લૂંટ્યું", ભાજપ જ રાજ્યની એકમાત્ર 'A ટીમ' હોવાનો દાવો

VIDEO: કેરલમના પલક્કડમાં જાહેર ર

VIDEO: કેરલમના પલક્કડમાં જાહેર રેલીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે એલડીએફ અને યુડીએફે દાયકાઓથી કેરળને લૂંટ્યું છે. તેમની વચ્ચે સમજૂતી છે કે કેટલાક વર્ષ એલડીએફસરકાર ચલાવશે અને પછી યુડીએફ લૂંટ કરશે. 

 કેરલમના પલક્કડમાં પીએમ મોદીએ જણાવ્યું કે કેરલમના લોકો એલડીએફ અને યુડીએફ વચ્ચે અટવાયેલી છે. તેમણે કોંગ્રેસ અને સામ્યવાદીઓની ટીકા કરતાં કહ્યું કે તેઓ એકબીજાને ભાજપની બી ટીમ કહે છે, પરંતુ કેરળમાં એ ટીમ ફક્ત ભાજપ છે.પીએમ મોદીએ વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન પર નિશાનો સાધતાં જણાવ્યું કે દેશના અન્ય રાજ્યોમાં તેઓ સાથે છે, પરંતુ કેરળમાં એકબીજાની વિરુદ્ધ છે.

જાહેરાત

તેમણે વચન આપ્યું કે ભાજપ સત્તામાં આવશે તો એલડીએફ-યુડીએફના કૌભાંડોની તપાસ કરીને કેરળના લોકોને ન્યાય આપશે.મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે એનડીએ કેરળમાં સરકાર બનાવશે. તેમણે કહ્યું કે કેન્દ્રે કેરળને અગાઉના કોંગ્રેસ કાળ કરતાં 5 ગણું બજેટ આપ્યું છે. તેમણે રાજ્યના વધતા દેવાનો પણ ઉલ્લેખ કર્યો.

આ સમાચાર શેર કરો

જાહેરાત