Video/ સિંગતેલનો ડબ્બો ₹2900 ને પાર, મગફળીના મબલખ પાક છતાં ભાવ કાબૂ બહાર!
રાજકોટ: સામાન્ય જનતાના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં આજે

રાજકોટ: સામાન્ય જનતાના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં આજે ફરી રૂપિયા ૩૦નો વધારો ઝીંકાતા ડબ્બાનો ભાવ 2900 રૂપિયાને પાર પહોંચી ગયો છે. નવાઈની વાત એ છે કે, છેલ્લા માત્ર 30દિવસમાં જ સિંગતેલના ડબ્બે 180 રૂપિયાથી વધુનો તોતિંગ વધારો થયો છે.
માત્ર સિંગતેલ જ નહીં, કપાસિયા તેલમાં પણ 15 રૂપિયાના વધારા સાથે ડબ્બો 2385 રૂપિયા પર પહોંચ્યો છે. આ વર્ષે મગફળીનો વિક્રમી પાક થયો હોવા છતાં ભાવ સતત વધી રહ્યા છે, જે અનેક સવાલો ઉભા કરે છે. સીંગતેલના ભાવોને કાબૂમાં લેવામાં પુરવઠા વિભાગ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. વધતા ભાવોને કારણે ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જાહેરાત







