VIDEO: સોનિયા ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર! સીમાંકન મુદ્દે સર્વપક્ષીય બેઠક ટાળવી એ 'વન-અપમેનશીપ'
કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી
કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભામાં બેઠકો વધારવા માટેની સીમાંકન કવાયતને બંધારણ પર હુમલો ગણાવી છે. સોનિયાએ એક અખબારમાં અભિપ્રાય લેખમાં કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે વિપક્ષના સર્વપક્ષીય બેઠકના આહ્વાનને નકારી કાઢવામાં આવ્યું છે અને તેને વડાપ્રધાન મોદીની વન-અપમેનશીપ તરીકે વર્ણવ્યું છે
કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીએ સ્પષ્ટ કર્યું કે વિપક્ષ લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત બેઠકોના વિચારનો વિરોધ કરતી નથી. તે માત્ર 2027ની વસ્તી ગણતરી પહેલા સીમાંકન પ્રક્રિયાનો વિરોધ કરે છે. તેમણે કહ્યું કે કે અનધિકૃત રીતે ઉપલબ્ધ માહિતીના આધારે સીમાંકન કરવું અત્યંત ખતરનાક છે. તેમણે કેન્દ્ર સરકારને 16થી 18 એપ્રિલ સુધીના વિશેષ સત્રને બદલે સંસદના ચોમાસુ સત્રમાં નારી શક્તિ વંદન અધિનિયમમાં સુધારો કરવા માટે બિલ લાવવા અપીલ કરી છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કહ્યું કે લોકસભાની સંખ્યા વધારવા માટે કોઈપણ સીમાંકન અંકગણિતીય રીતે નહિ પરતું રાજકીય રીતે સમાન હોવું જોઈએ. તેમણે ઉતાવળમાં સીમાંકનથી ઉભા થતા જોખમો અને અસમાનતાઓનો ઉલ્લેખ કર્યો.કોંગ્રેસના નેતાઓએ આ પ્રક્રિયાનો વિરોધ કરીને સરકારને વધુ વિચારવા આહ્વાન આપ્યું છે







