Video: ગામ છોડી ગયેલા બાળકો માટે અનોખો ત્રિદિવસીય મહોત્સવ

મહેસાણાના ભાડું ગામે લેઉવા પાટીદાર સમાજના પાંચ ગામો દ્વારા એક અનોખી પહેલ હાથ ધરાઈ હતી..જેમાં ગામ છોડીને શહેરોમાં વસી ગયેલા પરિવારોનાં 800થી વધુ બાળકોને એક મંચ પર લાવીને ત્રિદિવસીય સાંસ્કૃતિક મહોત્સવ અને લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અગ્યારથી તેર નવેમ્બર દરમિયાન આયોજીત આ કાર્યક્રમમાં બાળકોને ગામની રહેણીકરણી વિશે માહિતગાર કરાયા હતા..સાથે જ સંસ્કારો અને ભુલાતી જતી પ્રાચીન રમતો તેમજ ગામની પરંપરાઓ રૂબરૂ શીખવવામાં આવી હતી ..આ મહોત્સવના પ્રથમ દિવસે રજિસ્ટ્રેશન, સામુહિક રમતો, પ્રાચીન ગામ પ્રદર્શિની અને રાત્રે ગરબાની રમઝટ જામી હતી, જ્યારે બીજા દિવસે વનભોજન, લોકમેળો અને જાદુગર શો જેવા આકર્ષણો રાખવામાં આવ્યા છે. આ મહોત્સવના અંતિમ દિવસે જાણીતા પ્રેરક વક્તા સંજય રાવલના માર્ગદર્શન સાથે કાર્યક્રમનું ભવ્ય સમાપન થશે. આ વિશેષ આયોજન દ્વારા બાળકોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ઓછો કરી તેમને પોતાની સંસ્કૃતિ અને મૂળ સાથે જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે અન્ય સમાજો માટે પણ ઉત્તમ પ્રેરણા પૂરી પાડી રહ્યો છે.








