Video: અમદાવાદના ફતેહવાડીમાં અસામાજિક તત્વોનો આતંક; તલવાર અને છરી વડે બે યુવકો પર હુમલો કર્યો

આ હુમલામાં બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામાલો થાળે પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, હુમલાખોરો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ નવી ગેંગ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ફતેહવાડી કેનાલ તેમજ મસ્તાન મસ્જિદ આસપાસ ખુલ્લેઆમ આતંક મચાવી રહી છે, જેના કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે.
જાહેરાત







