Video: ધોળકામાં સરગવાળા ગામે ખેડૂતોની અટકાયત, ગેસ પાઇપલાઇન નાખવાના મામલે ખેડૂતો અને તંત્ર વચ્ચે વિવાદ

સોર્સ: gstv

ધોળકા ગ્રામ્યના સરગવાળા ગામે ગેસ પાઇપલાઇન નાખવાના મામલે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી ખેડૂતો પોતાની જમીનમાં ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કોઈ નોટિસ આપ્યા વગર પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો રજૂઆત કરવા ખેતરોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન કંપનીના સત્તાધીશો પોલીસ અને એસઆરપીના જવાનો સાથે પાઇપલાઇન નાખવાની કામગીરી કરી રહ્યા હતા. ખેડૂતો દ્વારા વિરોધ અને રજૂઆત કરવામાં આવતા પોલીસે 15થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત