Video: અંબાજીમાં પીએમ મોદીના કાર્યક્રમને લઈ ડે.સીએમ હર્ષ સંઘવીએ કરી સુરક્ષા અને દર્શન વ્યવસ્થાની સમીક્ષા

બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને SPG દ્વારા સમગ્ર વિસ્તારનું રિહર્સલ કરવામાં આવ્યું હતું, જ્યારે ડોગ સ્ક્વોડ દ્વારા મંદિર પરિસરમાં સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના આગમન દરમિયાન સામાન્ય નાગરિકો અને દર્શનાર્થીઓને કોઈ અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. દર્શનાર્થીઓને સમયસર દર્શન થાય અને વિકાસકાર્યોની વચ્ચે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
જાહેરાત








