Video: ભગવાન બિરસા મુંડાની 151 મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં યુવા સંવાદ

ભરૂચના ઝાડેશ્વર સ્થિત પટેલ પંચની વાડી ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને 'રાષ્ટ્રસેવાનું પ્રતિબિંબ'ના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 'યુવાનો સાથે વિચાર, વિકાસ તરફ પગલું'ના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ સુકિર્તિ તડવી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનો સાથે સીધો સંવાદ સાધી ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને આદર્શોમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી.
જાહેરાત







