Video: છોટા-ઉદેપુરના મોધલા ગામે બે કરોડથી વધુના ખર્ચે બનેલો અશ્વિન નદીનો પુલ અધૂરો, એન્જિનિયરિંગ ક્ષતિને કારણે વાહનચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

અધિકારીઓની લાપરવાહીના કારણે પુલનું એસ્ટિમેટ બનાવતી વખતે નદીના પટની લંબાઈનો અંદાજ ન લેવાતા પુલનો છેડો અધવચ્ચે જ પૂરો થઈ જાય છે. જેના કારણે ચોમાસામાં એપ્રોચ રોડનું ધોવાણ થાય છે અને સામે કિનારે ખેતરો ધરાવતા ખેડૂતોને કપાસ કે મકાઈ ભરીને પસાર થતા ટ્રેક્ટર ચઢાવવામાં ભારે હાલાકી વેઠવી પડે છે. ટ્રેક્ટર પાછળ સરકી જવાના ભય વચ્ચે બોડેલી અને નસવાડીના રાહદારીઓ તંત્રની આ ગંભીર ક્ષતિ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
જાહેરાત







