દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા જતા હોવ તો સાવધાન! ધક્કામુક્કીની આડમાં ખિસ્સા કાતરતી 6 શખ્સોની ટોળકી ઝડપાઈ

દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા જતા હોવ તો સાવધાન! ધક્કામુક્કીની આડમાં ખિસ્સા કાતરતી 6 શખ્સોની ટોળકી ઝડપાઈ
તસવીર: AI
આ સમાચાર સાંભળો

યાત્રાધામ દ્વારકામાં દિવાળીના વેકેશન દરમિયાન દ્વારકાધીશ મંદિરે દર્શનાર્થે આવતા યાત્રાળુઓની ભારે ભીડનો લાભ લઈને ખિસ્સાકાતરું કરતી એક શંકાસ્પદ ટોળકીને દ્વારકા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 6 શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી 1.40 લાખની રોકડ, 5 મોબાઈલ ફોન અને સ્વિફ્ટ કાર સહિત કુલ 3.81 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બંદોબસ્ત દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી

જાહેરાત

દ્વારકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને ટ્રાફિક બંદોબસ્તની ફરજ પર હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારમાં દર્શનાર્થીઓની ભીડની આડમાં કેટલાક શખ્સો ખિસ્સાકાતરું કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને 6 શકમંદોને ઝડપી લીધા હતા.

નજર ચૂકવીને ખિસ્સામાંથી કરતા ચોરી

પોલીસ પૂછતાછમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ એકબીજાની મદદથી ટોળકી બનાવીને ભીડભાડ વાળી જગ્યાએ કોઈ શિકારને નિશાન બનાવતા હતા. યાત્રાળુની આગળ અને પાછળ ગોઠવાઈને ધક્કામુક્કીનું વાતાવરણ ઊભું કરી નજર ચૂકવીને ખિસ્સામાંથી પાકીટ, રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની ચોરી કરી લેતા હતા.

કુખ્યાત આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલ હતા

આ કેસમાં પકડાયેલા શખ્સોમાં રાજકોટના રાજેશ ગોવિંદભાઈ મકવાણા, મેહુલ બાબુલાલ ટંકારીયા, રવી રમેશભાઈ કનોજીયા, નુરમહંમદ હુસેનભાઈ માલાણી, જીતેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ સરવૈયા તથા જૂનાગઢના બાબુ મગનભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આરોપી રાજેશ સામે 2, મેહુલ સામે 3 અને બાબુ મગન પરમાર સામે 3 ગંભીર ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, તેમજ બાબુ પરમાર સામે અગાઉ પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત