Video: ફટાકડાના તણખામાં આગ

સોર્સ: gstv

ભરૂચના નારાયણ નગર-૨ વિસ્તારમાં ઘરની બહાર ગેસ લાઇનમાંથી થઈ રહેલા લીકેજ દરમિયાન બાળકો દ્વારા ફોડવામાં આવેલા ફટાકડાના તણખા સંપર્કમાં આવતા અચાનક આગ ભભૂકી ઊઠી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમયસૂચકતા દાખવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો; સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત