Video: ખેડા જિલ્લાના મહેમદાવાદના આકલાચા ગામ પાસે વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઈક સવાર બે યુવાનોના કરુણ મોત

મળતી માહિતી મુજબ, મૃતક બંને યુવાનો દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામે માતાજીના માંડવામાં યોજાયેલા જાણીતા કલાકારના ડાયરાના કાર્યક્રમમાં હાજરી આપીને વહેલી સવારે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આકલાચા પાસે અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં બાઈક ચાલકે ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પ્રથમ અકસ્માત નજરે પડતા પાછળથી આવતા અન્ય બાઈક ચાલકે પણ પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. યુવાન મિત્રોના અચાનક મોતથી બંને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે
જાહેરાત








