Video: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો મહેરામણ, હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા

દિવાળી વેકેશનને પગલે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં સહેલાણીઓ પરિવાર સાથે અહીં ઉમટી રહ્યા છે. સવારથી જ પ્રવાસીઓની ભીડ જામતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે લાંબી કતારો લાગી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતનાં રાજ્યોમાંથી પ્રવાસીઓ કેવડિયા પહોંચી રહ્યા છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પ્રવાસીઓ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની ભવ્યતાને નિહાળી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત કેવડિયાના અન્ય પ્રવાસન સ્થળોએ પણ સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
જાહેરાત







