Video: નવસારીના વાંસદાના સરા ગામે ઘરના આંગણે બેઠેલા ૭ વર્ષના બાળક પર દીપડાનો હુમલો, માતાની બહાદુરીથી બાળકનો બચાવ

સોર્સ: gstv

આ ઘટનામાં ગળા અને હાથ પર ગંભીર ઇજા પામેલા સની કૂકડા નામના બાળકને તાત્કાલિક વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સાંસદ ધવલ પટેલે ભાજપના આગેવાનો સાથે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને બાળકની તબિયતના ખબર અંતર પૂછી પરિવારને તમામ મદદની ખાતરી આપી હતી. બીજી તરફ, આ બનાવને પગલે વાંસદા વન વિભાગ દ્વારા સરા ગામે નરપશુ દીપડાને ઝડપી પાડવા માટે પાંજરા ગોઠવવાની તજવીજ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત