Video: ભાજપમાં આંતરિક જૂથવાદ

દિવાળીના તહેવારો પૂર્ણ થતા જ ગુજરાત ભાજપ ફરી એકવાર ૨૦૨૨ જેવા જ ઐતિહાસિક પરિણામો મેળવવાના લક્ષ્ય સાથે કામે લાગી ગયું છે, પરંતુ ભાજપના જ આંતરિક સૂત્રો અને કાર્યકર્તાઓમાં ચાલતા ગણગણાટ મુજબ પક્ષમાં વકરેલો આંતરિક જૂથવાદ આ લક્ષ્ય સામે મોટો પડકાર બની શકે છે; પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત ભાજપમાં અમિત શાહ જૂથ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું જૂથ અને સંગઠન મહામંત્રી વી. રત્નાકરનું જૂથ એમ અલગ-અલગ લોબી સક્રિય હોવાની ચર્ચા છે, જેમાં કાર્યકર્તાઓના કહેવા મુજબ નેતાઓ વચ્ચેના રાજકીય ગજગ્રાહ અને સરકારના કેટલાક મંત્રીઓની અલગ કાર્યશૈલીની સીધી અસર સંગઠનની કામગીરી પર પડી રહી છે;
જાહેરાત







