Video: ગોધરાની વર્ધમાન સોસાયટીમાં તસ્કરોની ચહલપહલ

સોર્સ: gstv

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાની વર્ધમાન સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરોની શંકાસ્પદ ચહલપહલ જોવા મળતા રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં તસ્કરોની આ તમામ હલચલ સ્પષ્ટપણે કેદ થઈ છે, જોકે સદનસીબે રહીશો સમયસર જાગી જતાં તસ્કરો કોઈ મોટી ચોરીને અંજામ આપે તે પહેલા જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પોલીસની રાત્રિ પેટ્રોલિંગની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શહેરમાં વધતા જતા તસ્કરોના આતંકને ડામવા માટે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે તેવી રહીશોએ ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત