Video: દિવાળી વેકેશનમાં વલસાડના ઉમરગામ અને નારગોલ દરિયા કિનારે પર્યટકોનો ભારે ધસારો, માનવમેદની ઉમટી

સોર્સ: gstv

દિવાળી અને નવા વર્ષના તહેવારોને લઈને ઉમરગામ તાલુકાના નારગોલના દરિયા કિનારે હજારોની સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા. આ જનમેદનીનો ગ્રાફ ગયા વર્ષ કરતાં આશરે ત્રણ ગણો વધુ જોવા મળ્યો હતો, જેના કારણે દરિયા કિનારે વાહનોના પાર્કિંગ માટે પણ ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી. હજુ તો નારગોલ સત્તાવાર રીતે પર્યટન સ્થળ બનવા જઈ રહ્યું છે, તે પહેલા જ હજારો પ્રવાસીઓનું આગમન થવું એ આ સ્થળના વિકાસ માટેના સંપૂર્ણ સંકેતો કહી શકાય. આ સ્થિતિ વચ્ચે, ગ્રામ પંચાયત દ્વારા ડ્રોનથી વિડિયોગ્રાફી કરી સરકાર સમક્ષ નારગોલને સત્તાવાર પર્યટન સ્થળ જાહેર કરવા અને ત્યાં જરૂરી સુવિધાઓ વધારવાની ખાસ માંગ કરવામાં આવનાર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત