Video: ગોત્રી રોડ ઇસ્કોન મંદિરે નૂતન વર્ષના પ્રથમ દિવસે ઉમટી ભક્તોની ભીડ, ભજન-કીર્તનથી ગુંજ્યું ધામ

વડોદરાના ગોત્રી રોડ પર આવેલા પ્રસિદ્ધ ઇસ્કોન મંદિર ખાતે નૂતન વર્ષના પાવન પ્રસંગે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શનાર્થે મંદિરે પહોંચ્યા હતા. ભક્તોએ પૂજા-અર્ચના તથા દિવ્ય આરતીનો લાભ લઈ આવનારું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિભર્યું રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી હતી. મનોહર ભજનો અને હરે કૃષ્ણા મંત્રોચ્ચારથી સમગ્ર મંદિર પરિસર ભક્તિસભર બની ગયું હતું.
જાહેરાત








