Video: પાટણ-ડીસા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, પદયાત્રીઓને આઇસરે અડફેટે લેતાં બેના મોત

સોર્સ: gstv

પાટણ-ડીસા હાઈવે રોડ પર જંગરાલ નજીક ગત રાત્રે વાગડોદ રામાધણી કેમ્પમાં દર્શન કરવા જઈ રહેલા પદયાત્રીઓ પર એક બેકાબૂ આઈસર કાળ બનીને ત્રાટક્યું હતું. ડીસા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા આઈસર ચાલકે ચાલીને જઈ રહેલા શ્રદ્ધાળુઓને જોરદાર અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં જંગરાલના રહેવાસી તુષારભાઈ રબારી અને વિરમભાઈ રબારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઘાયલ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર અને અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે વાગડોદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર આઈસર ચાલકને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત