Video: માત્ર બે વર્ષમાં બ્રિજના સાંધા તૂટતા સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

સોર્સ: gstv

રાજકોટના વ્યસ્ત ગણાતા ગોંડલ ચોકડી ઓવરબ્રિજના સાંધામાં નબળી કામગીરી બહાર આવતા તેને તોડીને ફરીથી રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બ્રિજના નિર્માણમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે, જેના કારણે હજારો વાહનચાલકોનો જીવ જોખમમાં મુકાયો છે. માત્ર બે જ વર્ષમાં બ્રિજની આવી દયનીય સ્થિતિ થતાં તંત્રની કામગીરી સામે મોટી શંકાઓ સેવવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત