Video: શિયાળુ પાકનું વાવેતર શરૂ

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની ઘટને કારણે કપાસના ઉત્પાદનમાં થયેલા ઘટાડા બાદ હવે ખેડૂતો નવી આશા સાથે નવા વર્ષમાં શિયાળુ એટલે કે રવિ પાકની વાવણી કામમાં જોડાયા છે, જેમાં જળાશયો ખાલી હોવા છતાં કેનાલોના પાણીના સહારે અત્યાર સુધીમાં જિલ્લાની ૨૬૦૦ હેક્ટર જમીન પર જીરું, વરિયાળી, ઇસબગુલ અને ચણા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે; જોકે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, ત્યારે ખેડૂતોનો આ પાક નિષ્ફળ ન જાય તે માટે તંત્ર દ્વારા આગામી માર્ચ મહિના સુધી સતત સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે તેવી ખેડૂતોમાં ઉગ્ર માંગ ઉઠી છે
જાહેરાત








