Video: દરિયાકિનારે જોવા મળી અદ્ભુત જેલી ફિશ

ભરૂચ જિલ્લાના કાવી કાંબોઈના દરિયાકિનારે પારદર્શક અને જેલી જેવા શરીરવાળી અદ્ભુત દરિયાઈ જીવસૃષ્ટિ એટલે કે જેલી ફિશ મોટી સંખ્યામાં જોવા મળતાં કુદરતનો આ અનોખો નજારો નિહાળી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, જેમાં દેખાવમાં અત્યંત આકર્ષક એવી આ જેલી ફિશને હાડકાં, મગજ કે હૃદય હોતાં નથી અને તેના શરીરમાં આશરે ૯૫ ટકા જેટલું પાણી હોવાથી તે પારદર્શક દેખાય છે, જે દરિયાના પ્રવાહ સાથે ગતિ કરે છે અને તેના સ્પર્શકોમાં ઝેરી તત્ત્વો હોઈ શકે છે જેથી લોકોએ તેને સ્પર્શ કરવાનું ટાળી સુરક્ષિત અંતર જાળવવું હિતાવહ છે.
જાહેરાત








