Video: સુરતના ડિંડોલી મારામારી કેસમાં 6 આરોપીઓ ઝડપાયા

સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારવાના ચકચારી મામલામાં ડિંડોલી પોલીસે છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ અંગત અદાવત રાખી મૃતક અનિલભાઈ અને તેમના સાથીદાર નિલેશ પર લાકડાના ફટકા તેમજ ઈલેક્ટ્રીક વાયર વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ગંભીર હુમલામાં અનિલભાઈનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે તેમનો સાથીદાર નિલેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે ઈજાગ્રસ્ત નિલેશની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના સમયમાં તમામ છ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
જાહેરાત








