Video: સુરત કેબલ બ્રિજ પર કાર પલ્ટી, દારૂ મળતાં તપાસ

સોર્સ: gstv

સુરતના ઉમરા કેબલ બ્રિજ પર એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અચાનક પલટી મારી ગઈ હતી. કારમાં કૂલ છ લોકો સવાર હતા, અને અકસ્માત સર્જાતાં જ આસપાસથી સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, અકસ્માત બાદ કારમાં સવાર છ પૈકી ચાર લોકો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માતગ્રસ્ત કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જેના કારણે દારૂના નશામાં અકસ્માત સર્જાયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હાલ આ સમગ્ર મામલે ઉમરા પોલીસે ગુનો નોંધીને ફરાર થયેલા ચાર શખ્સોની શોધખોળ સહિત આગળની કાનૂની તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત