Video: સુરતના વરાછામાં પર્સ સ્નેચિંગના બે આરોપી ઝડપાયા

સોર્સ: gstv

સુરતના વરાછા વિસ્તારમાં પર્સ સ્નેચિંગના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. વરાછા પોલીસે મહેમદરઝા પઠાણ અને મોઇનખાન ઉર્ફે મોઇન પઠાણની ધરપકડ કરી છે. બંને આરોપીઓ વતન જઈ રહેલા એક પરિવારનું પર્સ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ 2.44 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓ સામે શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં અગાઉથી કુલ 15 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત