Video: વડોદરામાં પાંચ દિવસના દિવાળી વેકેશન બાદ મુખ્ય બજાર ધમધમતા થયા

સોર્સ: gstv

વડોદરાના મંગળબજાર, એમ.જી. રોડ, રાવપુરા અને અલકાપુરી જેવા મુખ્ય વિસ્તારોમાં દુકાનો ખુલતાની સાથે જ બજારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લાભ પાંચમથી વેપારની નવી શરૂઆત થતાં વેપારીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. દિવાળીના તહેવારો પૂરા થયા બાદ હવે ટૂંક સમયમાં જ લગ્નસરાની મોસમ શરૂ થવાની છે, જેને લઈને વેપારીઓમાં ભારે ઉત્સાહ છે. ખાસ કરીને કપડાં, ઘરેણાં, ફૂટવેર અને અન્ય લગ્નસંબંધિત ચીજવસ્તુઓની ખરીદીમાં આગામી દિવસોમાં જબરદસ્ત તેજી આવશે તેવી વેપારીઓને પ્રબળ આશા છે. નવા વર્ષના પ્રારંભે બજારોમાં ગ્રાહકોની અવરજવર વધતા વડોદરાના વેપાર જગતમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત