Video: વલસાડ નગરપાલિકાની ડંપિંગ સાઈટ પર કચરામાં ભીષણ આગ, ૧ કિલોમીટર સુધી ધુમાડાની ચાદર છવાઈ

સોર્સ: gstv

વલસાડમાં ડંપિંગ સાઈટની આજુબાજુ ઝીરો વિઝિબિલિટીની ગંભીર અસર જોવા મળી છે. ખાસ કરીને તેની બાજુમાંથી જ પસાર થતા રેલવે ટ્રેક અને નેશનલ હાઈવે પર પણ ધુમાડો છવાઈ જતા રેલ વ્યવહાર અને વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આટલી મોટી ઘટના બનવા છતાં સ્થાનિક કોન્ટ્રાક્ટર કે કર્મચારીઓ દ્વારા ફાયર વિભાગને જાણ સુદ્ધાં કરવામાં આવી ન હોવાનો આક્ષેપ છે. આ ગંભીર લાપરવાહીને લઈને તંત્ર જાણે નિંદ્રાધિન અવસ્થામાં હોય તેવા આક્ષેપ ઉઠ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત