Video: ધરણીધર પાસે મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગી

બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકમાં ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે.માવસરી-બાખાસર રોડ પર આ ઘટના બની હતી..જેમાં મોરબીના ટંકારાથી રાજસ્થાનના બાડમેર તરફ મગફળી ભરીને જઈ રહેલી ટ્રકમાં અચાનક આગ લાગી હતી.. વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના પગલે તાત્કાલિક થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર જવાનોએ ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.. આગમાં ટ્રકનું એન્જિન, કેબિન અને આગળના ટાયરો બળીને ખાખ થઈ ગયા હતા, પરંતુ ફાયર જવાનોની સમયસૂચકતાથી ટ્રકમાં ભરેલી મગફળીનો 90 ટકા જેટલો માલ સુરક્ષિત રીતે બચાવી લેવાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
જાહેરાત








