Video: ભારતીય શેરબજારમાં જોવાયું તેજીનું તોફાન

સોર્સ: gstv

ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવાઈ રહી છે. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 1400 પોઈન્ટની શાનદાર તેજી સાથે ટ્રેડ થતા રોકાણકારો ખુશખુશાલ થયા છે.સેન્સેક્સમાં ઉપરમાં 82 હજાર 500નું ખુબ મહત્વનું લેવલ જોવા મળ્યું છે..તો નિફ્ટીમાં પણ 25 હજાર 400નું અતિ મહત્વનું લેવલ પાર થયુ છે. શેરબજારની આ તેજી વૈશ્વિક કારણોથી આવેલા પોઝિટિવ સંકેતોથી આવી છે.અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન પર હવે કોઈ હુમલા નહીં થાય..આ સમાચાર પાછળ ક્રૂડ ઓઈલમાં સૌથી મોટો ઘટાડો જોવાયો હતો..ક્રૂડ અત્યારે 89 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચતા બજારમાં નવા પ્રાણ ફૂંકાયા હતા. અમેરિકન બજારોની સાથે વૈશ્વિક બજારો પણ તેજી સાથે ટ્રેડ થયા હતા..ચારેબાજુથી પોઝિટિવ અહેવાલોની વચ્ચે શેરબજાર બુલીશ મોડમાં પ્રવેશ્યુ છે..માર્કેટમાં તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં ચાલી રહ્યા છે..માર્કેટ નિષ્ણાતોનું માનવુ છે કે આ વર્ષના અંત સુધીમાં શેરબજાર નવા શિખરે પહોંચી શકે છે

આ સમાચાર શેર કરો

જાહેરાત