Video: ભલેસામાં તાજી હિમવર્ષા

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભલેસાના ઊંચાણવાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા નોંધાઈ છે. હિમવર્ષાના કારણે પહાડી વિસ્તારો બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. બીજી તરફ મેદાની વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત્ રહ્યું છે. વરસાદ અને હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. પહાડો પર બરફવર્ષા અને મેદાનોમાં વરસાદના કારણે હવામાનમાં મોટો પલટો જોવા મળ્યો છે. સ્થાનિક લોકો શિયાળાની શરૂઆતનો અનુભવ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત