Video: મોંઘવારીનો ફટાકડો ફૂટ્યો! 2 વર્ષમાં પહેલી વાર છૂટક મોંઘવારીનો દર 6 ટકાને પાર

મોંઘવારીના મોરચા પર સામાન્ય નાગરિકોને મોટો ઝટકો પડ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર દેશમાં ઓક્ટોબર મહિનામાં છૂટક મોંઘવારી 6 ટકાને પાર પહોંચી ગઈ છે. ઓક્ટોબર 2024 પછી આ પહેલી વખત છે જ્યારે દેશમાં છૂટક મોંઘવારી 6 ટકાથી વધુ જોવા મળી છે, જે RBIના ટોલરન્સ લેવલની ઉપરની મર્યાદાથી વધુ છે. સરકારી આંકડાઓ જોઈએ તો શહેરી વિસ્તારોમાં મોંઘવારી દર 5 પોઈન્ટ 41 ટકા જોવા મળ્યો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર 6 પોઈન્ટ 63 ટકા જોવામાં આવ્યો છે. ફૂડ ઇન્ફ્લેશન આશરે 9 ટકા જોવા મળી રહ્યું છે. જેનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોની કિંમતોમાં વૃદ્ધિ છે, જેનાથી પારિવારિક ખર્ચનો બોજ વધી ગયો છે. દેશમાં આ સતત 12મો મહિનો છે જેમાં મોંઘવારી વધી છે. ભારતે 12 ફેબ્રુઆરી, 2026ના રોજ છૂટક મોંઘવારી માટે આધાર વર્ષને 2012થી બદલીને 2024 કરી દીધું, જેથી કિંમતોમાં બદલાવને ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓની બાસ્કેટને આધુનિક બનાવવામાં આવી. ઓક્ટોબરના આંકડા જણાવે છે કે મોંઘવારી હવે ભારતીય રિઝર્વ બેંકની 2થી 6 ટકાની લક્ષિત સીમાથી બહાર થઈ ગઈ છે.






