Video: ઈન્દોર પોલીસની મોટી કાર્યવાહી, ૮૦ લાખ રોકડા જપ્ત

સોર્સ: gstv

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં કનાડિયા પોલીસે નિયમિત વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે શંકાના આધારે તપાસ કરતા બે ખેડૂતો પાસેથી ૮૦ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. બંને વ્યક્તિઓ આટલી મોટી રકમ અંગે કોઈ સંતોષકારક જવાબ કે જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. પરિણામે પોલીસે બંનેની ધરપકડ કરીને રોકડ જપ્ત કરી છે અને આવકવેરા વિભાગને જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત