Video: પશ્ચિમ બંગાળમાં કાલીઘાટ ખાતે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીના નિવાસસ્થાનની બહાર વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાઈ મોટી ડિમોલિશન કાર્યવાહી

મળતી માહિતી મુજબ, સાંસદ અભિષેક બેનર્જીના ઘરની આસપાસ અને ફૂટપાથ પર લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર અતિક્રમણ સામે પોલીસ અને વહીવટીતંત્રે કડક કાર્યવાહી કરી છે. વહેલી સવારે જ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલી વહીવટી તંત્રની ટીમે ફૂટપાથ પરના દબાણોને દૂર કરવા માટે તોડફોડની ઝુંબેશ હાથ ધરી હતી અને રસ્તાને ખુલ્લો કરાવ્યો હતો. તંત્રની આ અચાનક થયેલી સઘન કાર્યવાહીથી આસપાસના વિસ્તારોમાં પણ ભારે હલચલ મચી ગઈ હતી.
જાહેરાત






