VIDEO : નવી મુંબઈ: નેરુલ વિસ્તારમાં પત્ની અને સાસુની હત્યા કરનાર વ્યક્તિની ધરપકડ

નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ પો

નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ પોતાની પત્ની અને સાસુની નિર્મમ હત્યા કરી હોવાનો આરોપ છે. આ ગંભીર ગુનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નેરુલના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ મયુર ભુજબળે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. હાલ આ હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત