Video: પુષ્કર પશુ મેળાના ત્રીજા દિવસે વિદેશી સહેલાણીઓ ઉમટ્યા, પ્રાથમિક સુવિધાઓના અભાવે ઊંટપાલકોમાં રોષ

સોર્સ: gstv

રાજસ્થાનના અજમેરમાં યોજાઈ રહેલા વિશ્વ પ્રસિદ્ધ પુષ્કર પશુ મેળાના ત્રીજા દિવસે મેળાની રોનક ચરમસીમાએ પહોંચી છે. મેળામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ઊંટ અને ઘોડાઓની આવક સતત વધી રહી છે. મેળાના આકર્ષણને માણવા માટે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ અહીં ઉમટી પડ્યા છે અને રાજસ્થાની સંસ્કૃતિ તેમજ પશુધનને કેમેરામાં કેદ કરી રહ્યા છે. જોકે, આ ઉત્સાહ વચ્ચે દૂર-દૂરથી આવેલા ઊંટપાલકોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઊંટપાલકોનો આરોપ છે કે મેળાના મેદાનમાં પીવાના પાણી, પશુઓ માટે ઘાસચારો અને અન્ય પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે, જેના કારણે તેમને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત