Video: યમુના નદીમાં ઝેરી ફીણ છવાયા

દિલ્હીની જીવાદોરી ગણાતી યમુના નદીમાં વહેતા ઝેરી ફીણના જાડા થરોએ ફરી એકવાર પર્યાવરણીય સંકટ અને નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. નદીના પાણીમાં ઔદ્યોગિક કચરો, વગર ટ્રીટ કરેલું ગંદુ પાણી અને ડિટર્જન્ટનું પ્રમાણ વધુ હોવાને કારણે સપાટી પર સફેદ ફીણનું વિશાળ સ્તર પથરાઈ ગયું છે. આગામી છઠ પૂજા અને તહેવારોને ધ્યાનમાં રાખીને આ દૂષિત પાણી શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ છે. આ ઝેરી પાણીના સંપર્કમાં આવવાથી ત્વચાની એલર્જી, આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે દિલ્હી જલ બોર્ડ દ્વારા કેમિકલ છંટકાવ અને ફીણ દૂર કરવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.
જાહેરાત







