Video: અયોધ્યામાં ચોરીના કેસમાં ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ચોરીના કેસમાં ફરાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી અંદાજે પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં પાંચ એસી, પાંચ એલઈડી ટીવી અને પાંચ ગીઝરનો સમાવેશ થાય છે. ચોરીના કેસમાં બંને આરોપીઓ પોલીસને વોન્ટેડ હતા. બાતમી અને તપાસના આધારે પોલીસે બંનેને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે. અયોધ્યા પોલીસે સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત