Video: પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

જમ્મુમાં રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF નાકા પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ હુમલામાં CRPFના ત્રણ જવાનો ઘાયલ થયા હતા. પ્રદર્શન દરમિયાન સંગઠનના કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આતંકી હુમલાની ઘટનાને લઈને કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દ્વારા આતંકવાદ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
જાહેરાત







