Video: હિમાચલમાં રશિયન પેરાગ્લાઈડર 200 ફૂટ ઉંચી હાઈટેન્શન લાઈનમાં ફસાયો

સોર્સ: gstv

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં એક મોટી દુર્ઘટના સહેજમાં ટળી ગઈ છે. અહીં રશિયાનો એક પેરાગ્લાઈડર પાયલટ અંદાજે ૨૦૦ ફૂટ ઊંચા હાઈટેન્શન વીજળીના તારોમાં ફસાઈ ગયો હતો, જેના કારણે થોડા સમય માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ રશિયન પાયલટે બીડ-બિલિંગથી ઉડાન ભરી હતી, પરંતુ ટાંડી નજીક તેનું પેરાગ્લાઈડર અચાનક વીજળીના તારોમાં ગૂંચવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા જ તંત્ર દ્વારા અંદાજે ત્રણ કલાક સુધી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન SDRFના જવાન નવીન કુમારે પોતાની સૂઝબૂઝ અને અદમ્ય બહાદુરીનો પરિચય આપતા પાયલટને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. હાલ પાયલટને પ્રાથમિક સારવાર માટે મંડીની ઝોનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત