Video: કુપવાડામાં હિમવર્ષાનો નજારો

સોર્સ: gstv

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આવેલી માછિલ ખીણમાં તાજી હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના પગલે સમગ્ર ખીણ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. ખીણના પહાડી વિસ્તારો, રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં બરફની સુંદર ચાદર પથરાઈ છે. હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડીનં પ્રમાણ વધ્યું છે. માછિલ ખીણમાં હિમવર્ષા બાદ કુદરતી સૌંદર્ય વધુ ખીલી ઊઠ્યું છે. બરફથી ઢંકાયેલા પહાડો અને ખીણનો નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. હિમવર્ષાના આ દૃશ્યો સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત