Video: TASMAC ની કલેક્શન રકમ લૂંટાઈ

તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાના ઓરગડમ વિસ્તારમાં અજાણ્યા બદમાશોની ટોળકીએ સરકારી દારૂના વેચાણ કેન્દ્ર ની કલેક્શન રકમ લઈને જઈ રહેલી કારનું અપહરણ કરીને સનસનાટી મચાવી દીધી છે. રોકડ રકમ ભરેલી કારને અચાનક આંતરીને લૂંટારાઓ ડ્રાઈવર અને કર્મચારીઓને ધમકાવી વાહન લઈ ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે. રોકડ રકમની ચોક્કસ ગણતરી અને લૂંટારુઓની ઓળખ મેળવવા માટે આસપાસના સીસીટીવી ફુટેજ ચકાસવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જાહેરાત






