Video: છઠ મહાપર્વનો ભવ્ય પ્રારંભ

સોર્સ: gstv

બિહારની રાજધાની પટનામાં ચાર દિવસીય છઠ મહાપર્વનો નેહાય-ખાય સાથે પ્રારંભ થયો છે. છઠ પૂજાના પ્રથમ દિવસે ગંગા ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પટનાના દીઘા પટિપુલ ઘાટ પર વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરી વિધિ-વિધાન સાથે છઠ મહાપર્વની શરૂઆત કરી રહ્યા છે. ઘાટ પર પૂજાની તૈયારીઓ અને ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. આગામી ચાર દિવસ સુધી આસ્થા અને ભક્તિ સાથે છઠ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત