Video: કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં શેરડીની કાપણીના વિવાદને લઈને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ

સોર્સ: gstv

કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં શેરડીની કાપણીના વિવાદને લઈને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તડલગી ગામમાં સર્જાયેલી આ અથડામણમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. શેરડીની કાપણીના મુદ્દે શરૂ થયેલો વિવાદ ઉગ્ર બનતાં બંને જૂથો સામસામે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિજયપુરાના પોલીસ અધિક્ષક લક્ષ્મણ બી. નિમ્બર્ગીએ સમગ્ર મામલે માહિતી આપી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત