IND U19 vs PAK U19 / એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ટાઈટલની જંગ, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ

ACC મેન્સ અંડર-19 એશિયા કપ ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. ટીમ ઈન્ડિયા ગુરુવારે અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોંચી હતી. પાકિસ્તાને બાંગ્લાદેશને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન સામે હારી ગઈ હતી. અગાઉ, ગયા વર્ષે એશિયા કપ ફાઈનલમાં પણ પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું.
ભારત હવે પાકિસ્તાન સામેની આ બે હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે. લક્ષ્ય રાયચંદાનીની આગેવાની હેઠળની ટીમ ભૂતકાળની હારને પાછળ છોડીને ટાઈટલ કબજે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
આર્યવીર સેહવાગ પર હશે નજર
આર્યવીર સેહવાગે ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ચાર મેચમાં 303 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને બે અડધી સદી ફટકારી છે.
આર્યવીર ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે મોટી ઈનિંગ રમવાથી ચૂકી ગયો હતો. આર્યવીર હવે ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરીને ભારત માટે ટાઈટલ જીતાડવા માટે પ્રયત્ન કરશે.
અંડર-19 એશિયા કપ ફાઈનલ ક્યારે રમાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપ ફાઈનલ શનિવાર, 14 નવેમ્બરના રોજ રમાશે.
અંડર-19 એશિયા કપ ફાઈનલ ક્યાં રમાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપ ફાઈનલ અલ અમીરાતમાં રમાશે.
અંડર-19 એશિયા કપ ફાઈનલ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપ ફાઈનલ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. ટોસ સવારે 10:00 વાગ્યે થશે.
કઈ ટીવી ચેનલ પર ફાઈનલ જોઈ શકો છો?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની અંડર-19 એશિયા કપ ફાઈનલ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાશે.
કઈ એપ પર ફાઈનલ જોઈ શકો છો?
ભારત-પાકિસ્તાન એશિયા કપ ફાઈનલ સોની લિવ એપ પર પણ જોઈ શકાશે.








